સાબરકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત જિલ્લા એથ્લેટિક્સ ની સ્પર્ધાઓ આજરોજ તારીખ ૧૨/૦૯/૨૦૨૩ ના રોજ હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે યોજાઇ.
જેમાં શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ વડાલી ધોરણ ૧૨ ના રાઠોડ ઓમકારસિંહ વિજયસિંહ U- ૧૭ ગોળા ફેંક તેમજ હથોડા ફેંક માં જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેમાં વ્યાયામ શિક્ષક કમલેશભાઈ દ્વારા પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ઓમકારસિંહ વિજયસિંહ રાઠોડ જિલ્લામાં પ્રથમ આવતા શાળાના આચાર્ય ડૉ. હસમુખભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા