॥ શ્રી જાનકી વલ્લભો વિજયતે ॥
આજ રોજ તારીખ ૧૧/૦૯/૨૦૨૩ ને શ્રાવણ માસ ના ચોથા સોમવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા અને સમસ્ત શ્રી વિહળશક્તિ ગ્રુપ દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું…
એમાં ખુબ જ મોટી સંખ્યામાં ગ્રુપ ના બહેનો જોડાયેલ અને દર સોમવારે ૫૧૦૦ પાર્થિવ શિવલિંગ બનાવેલ ત્યારબાદ પાર્થેશ્વર મહાદેવ ની બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર દ્વારા વિધિવિધાન થી પૂજા કરવામાં આવતી હતી અને મહાઆરતી કરવામાં આવતી ત્યારબાદ ૐ નમઃ શિવાય ના મંત્રોચ્ચાર સાથે પવિત્ર ગોમા નદી માં પાર્થિવ શિવલિંગ નું વિસર્જન કરવામાં આવતું હતું…
શ્રાવણ માસ નિમિતે ૨૧૦૦૦ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવેલ હતી…
છેલ્લા સોમવાર ના દિવસે પૂજ્ય બા શ્રી અને સમસ્ત વિહળ શક્તિ ગ્રુપ પરીવાર દ્વારા શ્રાવણ માસ માં દર સોમવારે પાર્થિવ શિવલિંગ બનાવી અને એની પૂજા પ્રાર્થના કરી મહાઆરતી કર્યા બાદ પાળીયાદ ગામ માં નગર યાત્રા કાઢવામાં આવેલ હતી અને ત્યારબાદ પાર્થિવ શિવલિંગ ને ગોમા નદીમાં પધરાવવામાં આવેલ .
અહેવાલ કનુભાઈ ખાચર