ઇડર ની સી.કે.સરસ્વતીમંદિર ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરી
તા.૧૨ ઇડર ની શેઠ સી. કે. સરસ્વતી મંદિર ગર્લ્સ હાઈસ્કૂલ, આજ રોજ સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.શિક્ષક દિન નિમિત્તે શાળાની કુલ ૭૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં આચાર્ય,શિક્ષક,ક્લાર્ક ,સેવક બની નવીન અનુભવનો અહેસાસ કર્યો.એક દિવસ માટે શિક્ષક
બનેલી વિદ્યાર્થીનીઓએ શિક્ષણ કાર્યનો અનુભવ કર્યો હતો.
આખો દિવસ શિક્ષણ કાર્ય કર્યા પછી શાળાના આચાર્ય શ્રી મતી જે. એસ. કુંપાવતે અંતમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે તેમના જીવન અને કવન અંગે માહિતી આપી હતી.છેલ્લે વિદ્યાર્થીનીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આમ આખો દિવસ યાદગાર રહ્યો હતો.