Monday, December 23, 2024

જૂની રોહ ગામે થી એકટીવા માંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો…


જૂની રોહ ગામે થી એકટીવા માંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો.અમીરગઢ તાલુકા ના જૂની રોહ ગામે થી અકટીવા માંથી બાતમી ના આધારે અમીરગઢ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.તારીખ 14/09/2023 ના રોજ અમીરગઢ પોલીસ ના માણસો પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન બાતમી ના આધારે જૂની રોહ વોચ માં હતા તે દરમ્યાન બાતમી વાળું અકટીવા નંબર GJ-08-DB-9255 નું આવતા જેના આગળ ના ભાગે બે થેલા માં તથા ડીકી માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ભરેલ હતી. જે બોટલ નંગ 109 કિંમત રૂપિયા 38525 તથા એકટીવા કિંમત રૂપિયા 50000 તથા મોબાઈલ ફોન નંગ – 1 કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 95525 ના મુદ્દામાલ સાથે આરોપી વિજયસિંહ અંદરસિંહ ચૌહાણ રહેઠાણ આંતરોલી વાળા ને પકડી પાડયો હતો. જેઓની વિરુદ્ધ માં અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

કામગીરી કરનાર અધિકારી :-

પી.આઈ. એમ.આર.બારોટ સાહેબ

ASI કલ્યાણસિંહ દેવીસિંહ

PC મનજીભાઈ કુરશીભાઈ

PC દીનેશજી અજમાલજી

 

અહેવાલ . મેમન વાહીદ.અમીરગઢ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores