Friday, June 14, 2024

આજ રોજ તા.૧૯/૯/૨૦૨૩ ને મંગળવાર ના દિવસે 

પાંચાળ ભૂમિ નું પવિત્ર તીર્થ ધામ તરણેતર કે જ્યાં નો પૌરાણિક ગ્રંથો ના ઇતિહાસ મુજબ ભગવાન શ્રી વિષ્ણુ જયારે શિવજી ને પ્રસન્ન કરવા એમની પૂજા કમળ ના પુષ્પ ચડાવી રહ્યા હતાં એ દરમિયાન એક કમળ નું પુષ્પ ઘટ્યું ને વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર ચડાવી મહાદેવ ને પ્રસન્ન કરેલ ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવ ના નામથી પૂજાય છે…

તેમજ મહાભારત કાળ માં પણ પાંડુરાજા ના પુત્ર અર્જુન ના હસ્તે માછલી ની આંખ વીંધી ને પાંચાળ નરેશ ની પુત્રી દ્રૌપદી સાથે લગ્ન થયા એ ઇતિહાસ ની ઘટના પણ ત્યાંજ બનેલ હતી…

આવા પૌરાણિક તરણેતર ના ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિરે વર્ષો થી પરંપરા ગત પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા ના ગાદીપતિ મહંત ના હસ્તે ભાદરવા મહિના ની ચોથ ગણેશ ચતુર્થી ના શુભ દિવસે બાવન ગજ ની ધજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ સાંસ્કૃતિક લોકમેળા નું તેમજ રમત હરીફાઈ નો શુભારંભ સરકાર ના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓ તેમજ અધિકારીઓ દ્વારા શુભારંભ થાય છે…

આજ રોજ તા.૧૯/૯/૨૦૨૩ ને મંગળવાર ના દિવસે

હાલ ના વર્તમાન મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા સહિત સમસ્ત ઠાકર પરીવાર ના હસ્તે દેવાધીદેવ મહાદેવ ની પૂજા અર્ચના અને અભિષેક કર્યા બાદ ત્રિનેત્રેશ્વર મહાદેવ ને બાવન ગજ ની ધજા ચડાવવામાં આવેલ હતી…

આ તકે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ વિહળ પરીવાર ઠાકર ના તમામ સેવક સમુદાય સહિત સૌ ખુબ મોટી સંખ્યા માં હાજર રહેલ હતા…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores