Sunday, October 6, 2024

પાટણ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેતીપાકોને થયેલ નુકશાનનુ વળતર ખેડૂતોને આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત

પાટણ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેતીપાકોને થયેલ નુકશાનનુ વળતર ખેડૂતોને આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત

પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) સંયોજક શૈલેષ નાયી (પત્રકાર) મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખીને માંગણી કરી છે કે પાટણ જિલ્લો એ અંતરીયાળ જિલ્લો અને ખેતીવાડી પશુપાલન ઉપર નભતો જિલ્લો છે આજે પણ પાટણ જિલ્લામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને આ ખેતીવાડી ઉપર નભતા ખેડૂતો પોતાનુ જીવન નિર્વાહ કરે છે તાજેતરમાં પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી સિધ્ધપુર હારીજ રાધનપુર સાંતલપુર સમી ચાણસ્મા શંખેશ્વર જેવા તાલુકામાં પાછોતરો વરસાદ અતિ ભારે થયેલ અને આ વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમા પાણી ભરાઈ જવાને કારણે એરંડા, કપાસ, બાજરી તથા કઠોળ જેવા ધાન્યપાકો મા મોટા પ્રમાણમાં ખેડૂતોને બગાડ તેમજ નુકસાન થવા પામ્યું છે તો સરકાર એ ખેડૂતો પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં હર હંમેશા આગળ હોય છે અને સૌનો સાથ સૌનો વિકાસ ની આપણી સરકારના સુત્ર તળે આજે આ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો ને પોતાના હાથમાં આવેલો કોળીયો છીનવાઇ ગયેલ છે અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકશાન થવા પામેલ છે તો પાટણ જિલ્લાના તાલુકાઓમા નુકસાન થયેલ પાકનુ સવૅ કરાવી જે ખેડૂતોના ખેતરનો સવૅ કરાવી ને જે ખેડુતોને નુકસાન થયેલ છે તેઓને તાત્કાલિક પાક સહાય નો લાભ મળી રહે તેવી કાર્યવાહી કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચ સુચિત ના સંયોજક શૈલેષ નાયી પત્રકાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ અને પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ, પાટણ જિલ્લા પ્રભારી મંત્રી અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પાટણ જિલ્લા કલેકટર અને ખેતીવાડી નિયામક પાટણ જિલ્લા ને પત્ર લખીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

અહેવાલ .ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores