Sunday, October 6, 2024

સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો સહકારી સેમીનાર

સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો સહકારી સેમીનાર

 

સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ક્રેડિટ (શરાફી) તથા સેવા સહકારી મંડળીઓના 200 ઉપરાંત પ્રતિનિધિઓની હાજરીમાં સહકારી સેમિનાર યોજાઈ ગયો

સહકાર ભારતીના જિલ્લા સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલે સહકાર ગીત ગાઈ ને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો સહકાર ભારતી ના બોટાદ જિલ્લા અધ્યક્ષ ભૂપતભાઈ ધાધલે સેમિનારમાં પધારેલ સૌ મહેમાનો તથા સહકારી ક્ષેત્રના પ્રતિનિઘીઓ અને મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

ભાવનગર ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના પ્રમુખ વિદેશ જતા તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ મનહરભાઈ માતરીયા બીમાર હોય આવી શક્યા ન હતા અને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી

સહકારી સેમીનાર , A. P. M. C બોટાદના ઉપાધ્યક્ષ શ્રી છનાભાઇ કેરાળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. સેમિનારમાં માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ડી. એમ.પટેલ, ધર્મેન્દ્રભાઈ વડોદરિયા,અનિલભાઈ શેઠ, વહતુંભાઈ માલા,દેવજીભાઈ કુકડીયા, વિગેરે ડાયરેક્ટરોનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું.ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વલભીપુર તાલુકાના ડાયરેક્ટર અજીતસિંહ ગોહિલ તથા ઉમરાળા તાલુકાના ડાયરેક્ટર રસિકભાઈ ભીંગરાડિયા નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું બંને સંસ્થાઓના હોદ્દેદારો તરફથી આવા સહકારી સેમિનારો દ્વારા સહકારી ક્ષેત્રની છેલ્લી જાણકારી તથા લોકજાગૃતિ આવે તેવી આવશયકતા જણાવી હતી

સહકાર ભારતીના પ્રદેશ સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલે સહકાર ભારતી ના રાષ્ટ્ર વ્યાપી સંગઠન 2 અને 3 ડિસેમ્બર 2023 ના રોજ દિલ્હીના ક્રેડિટ સોસાયટીના અધિવેશન તથા 16 અને 17 ડિસેમ્બરના 2023 ના રોજ હૈદરાબાદ ખાતે યોજાનાર મહિલા સંમેલન વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી

NICM ના એમના નિવૃત પ્રોફેસર અને સહકારી ક્ષેત્ર અને ઊંડા અભ્યાસુ ડી.એમ. બાવરવા સાહેબે એ સેવા સહકારી મંડળીઓના વિવિધ આયામો વિશે વિસ્તૃત માહિતી આપેલ એમ.એસ.યુનિવર્સિટી વડોદરા કોલેજના પરાધ્યાપક ઉમેશભાઈ ડાંગરવાલાએ ઇન્કમટેક્સ વિશે સમજણ આપેલ જૂનાગઢની શ્રેષ્ઠ કેશવ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર મેમ્બર તથા માર્ગદર્શક સહકાર ભારતી ના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયાએ ક્રેડિટ મંડળીઓને નફાકારકતા વધારવા ઉપયોગી માર્ગદર્શન આપેલ આભાર દર્શન સહકાર ભારતી જિલ્લાના મહામંત્રી હરિરામભાઈ દેશાણી એ કરેલ સમગ્ર સહકારી સેમિનારનું પ્રભાવી સંચાલન ભાવનગર વિભાગ સહ સંયોજક સવજીભાઈ શેખે કર્યું હતું સેમીનારને સફળ બનાવવામાં દિગંતભાઈ ભટ્ટ,કે. ટી. પટેલ તુષારભાઈ ચાવડા, કાળુભાઈ શેખ, યોગીરાજસિંહ રાણા,અશોકભાઈ કિકાણી કનુભાઈ ખાચરે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores