સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરના રેલવે ક્રોસિંગ પાસે એશિયન કોલેજ ની બાજુમાં જય અંબે પગપાળા સંઘ મકરપુરા વડોદરા ત્રિ- દિવસીય વિસામાની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી
જય અંબે પગપાળા સંઘ મકરપુરા વડોદરા ના આયોજક લલિત ભાઈના જણાવ્યા પ્રમાણે આ કેમ્પ ની અંદર રોજના ₹2500 થી 3500 લોકો વિશામામા આવે છે આ વર્ષે જય અંબે પગપાળા સંઘ મકરપુરા માં ખમણનું આયોજન કરવામાં આવ્યું આયોજક લલિતભાઈના જણાવ્યા મુજબ આ કેમ્પ સતત નવ વર્ષથી સેવા કાર્યોમાં વડાલી ખાતે જોડાયેલો રહે છે અને ત્યાંથી 200 જેટલા સ્વયંસેવકો સેવાના ઉમદા કાર્યમાં જોડાય છે અને સાથે સાથે બાજુમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જેથી કરીને અવરજવર કરતા પદયાત્રીઓની અગવડ ન રહે તે માટે દવા ગોળી દુખાવા માટેના સ્પ્રે વગેરેથી રાહત આપવામાં આવે છે આ કેમ્પ આખો દિવસ અને રાત એમ ચાર દિવસ સુધી સળંગ સતત ચાલુ જ રહે છે ચાર દિવસ કેમ્પ પૂરો થતાં આજે જય અંબે પગપાળા સંઘ દ્વારા છેલ્લે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તેમના સ્ટાફ સાથે આજુબાજુના લોકો અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મહા આરતીમાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી તેમજ છેલ્લા દિવસે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા