- સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ત્યારે વડાલી શહેર તેમજ આજુબાજુના ગામડામાં પણ ગણપતિ દાદાની મૂર્તિનું અગલે બરસ તું જલ્દી આના ના ભાવ સાથે અશ્રુભીની આંખે દાદાને વિદાય આપવામાં આવી હતી ગણપતિ દાદાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી દસ દિવસ સુધી ગણપતિ દાદા ની પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ દાદા ની મૂર્તિનું વાજતે ગાજતે ડી જે ના તાલ સાથે અશ્રુભીની આંખે દાદા ને વિદાય આપવામાં આવી હતી ગણપતિ દાદા ની વિદાય સમયે આખું આકાશ જાણે કે રંગબેરંગી ગુલાલના રંગેથી રંગેલું જોવા મળ્યું હતું ગણપતિ દાદા ના વિસર્જન પહેલા લોકો ગરબા અને દાંડિયા મન મૂકીને રમ્યા હતા. ત્યારબાદ ગણપતિ દાદા ની મૂર્તિ નું વિસર્જન શહેરના સમલેશ્વર તળાવ ખાતે કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા