સાબરકાંઠા ખેડબ્રહ્મા જિલ્લો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડાલી તાલુકામાં શૌર્ય યાત્રા નીકળી
વડાલી તાલુકામાં શૌર્ય યાત્રાનું પ્રસ્થાન વડાલી નગરમાં આવેલ મહાકાળી મંદિરેથી કરાવ્યું
વડાલી નગરમાં આવેલ મહાકાળી મંદિરેથી વડાલી નગરજનો અને મહાકાળી મંદિરના પૂજારી દ્વારા શૌર્ય રથની આરતી અને પૂજા કરીને પ્રસ્થાન કરાવ્યું હતું
આ સમયે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા અધ્યક્ષ અરુણભાઈ પટેલ ઉપાધ્યક્ષ રામજીભાઈ મહારાજ મંત્રી ચેતનભાઇ ધોળું ખેડબ્રહ્મા જિલ્લા બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ જિલ્લા બજરંગ દળ સહસંયોજક રમેશ સગર વડાલી તાલુકા બજરંગ દળ સંયોજક શિવાભાઈ સગર વગેરે હાજર રહ્યા હતા
આ યાત્રા સમગ્ર વડાલી તાલુકાના ગામડાઓમાં ભ્રમણ કરવાની છે ત્યારે વડાલી થી ધામડી થઈને વાડોઠ ગામે આવી હતી ત્યારે વાડોઠ ગામના સરપંચ જશુભાઈ પટેલ વડાલી તાલુકા પંચાયતના સદસ્ય અને કારોબારી અધ્યક્ષ એવા નિશાબેન નરેશભાઈ પટેલ અને સર્વ ગ્રામજનો દ્વારા આરતી ઉતારી ભવ્ય સ્વાગત કર્યું હતું
આ યાત્રાનો ઉદ્દેશ અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિર માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું તથા સમગ્ર ખેડબ્રહ્મા જિલ્લા જેમાં સમાવિષ્ટ વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પોશીના વગેરે તાલુકાનું ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમનું તારીખ ૨૯/૧૦/૨૦૨૩ ના રોજ આયોજન કરેલ છે જે બાબતે તમામ હિન્દુ સનાતનની ભાઈઓને આમંત્રણ આપવાનું હતું
સમગ્ર વડાલી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકળેલ શોર્યયાત્રાનું જોરદાર સ્વાગત કરાયું હતું
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા