પોલીસ સ્ટેશન જતી પાટણ પોલીસની બોલેરો જીપ ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ ત્રણ પોલીસકર્મી સહિત ચાર ઇજાગ્રસ્ત.
પાટણ શિહોરી હાઇવે ઉપર માતરવાડી નજીક આવી રહેલી પોલીસની 100 નંબર ગાડી અચાનક ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જમા કારમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી સહિત પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી.
સરસ્વતી પોલીસ મથકે જતી પોલીસની કાર માતરવાડી નજીક સવારે 9:00 વાગ્યા આસપાસ 100 નંબરની પોલીસની બોલેરો ગાડી અચાનક સીધી ડિવાઇડર ની ગ્રીલ સાથે અથડાઈને ઉછડીને પલટી મારી ગઈ હતી. સદ નસીબે બીજી તરફ જઈ રહેલા બંને બાઈક ચાલકો ગાડી અથડાય તેની પાંચ થી દસ સેકન્ડ પહેલા જ પસાર થઈ જતા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટનો તાંબલો તેમના ઉપર પડતા રહી ગયો હતો. તેથી તેમના બંનેનો બચાવ થઈ ગયો હતો. પોલીસની ગાડી પલટી મારી જતા અંદર સવાર કર્મચારીઓને સામાન્ય ઇજા ગ્રસ્ત થઈ હતી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વીડિયો સામે આવેલ છે. આ ઘટના કેવી રીતે બની તેમજ ગાડી સીધી ડિવાઇડર સાથે કેવી રીતે અથડાય તે તમામ બાબતો ઉપર હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારબાદ હકીકત જાણવા મળશે.
અકસ્માત સ્થળ ઉપર ઉભેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગાડી વાગડોદ પોલીસની હતી અને તેમાં ત્રણ જમાદાર સવાર હતા એ સિવિલ ડ્રેસમાં હતા ગાડી ડિવાઇડર સાથે અથડાય ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ