ભજન સમ્રાટ શ્રી સ્વ.લક્ષ્મણ બાપુ બારોટનો એક યાદગાર સ્વરાંજલી કાર્યક્રમ જૂનાગઢ ભવનાથમાં યોજાયો
ગુજરાત ના તમામ કલાકારો એક સ્ટેજ ઉપર જોવા મળ્યા
ગુજરાત ના તમામ સાધુ સંતો અને ભજનપ્રેમીઓ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા… તમામ કલાકારો અને ભજનપ્રેમીઓ એ પૂજ્ય લક્ષ્મણ બાપુને સ્વરાંજલી પાઠવી….
તાજેતરમાં ગત 7.10.23 ના રોજ ભવનાથ તળેટી નરસિંહ મહેતા ભવન માં બ્રહ્મલીન ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ બારોટ યાદમાં સ્વરાંજલી કાર્યક્રમ હતો જેમાં ગુજરાતના નામી અનામી તમામ કલાકારો સાધુ સંતો રાજકીય નેતાઓ એક સાથે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા સાથે સાથે લક્ષ્મણ બાપુ ના પરિવાર અને ભજનપ્રેમીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ એક યાદગાર સંતવાણી નો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમ માં સૌથી વધારે ભજન સંતવાણી પ્રેમી લોકો એક સાથે ઉમટી પડ્યા હતા. ગુજરાત ના તમામ કલાકારો એ ભજન સંતવાણી પીરસી પૂજ્ય લક્ષ્મણ બાપુને સ્વરાંજલી પાઠવી હતી….