Saturday, December 21, 2024

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામના બે નવયુવાન તબીબોની સરાહનીય કામગીરી સામે આવી…

ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે એ વાતને સાબિત કરતા ઈકબાલગઢ ના બે નવયુવાન ડો.સેહજાદ સુમરા અને ડો.સોહિલ પીપરાની

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ મા ચામુંડા ચોકમાં રહેતા નિરાધાર યુવાન કિશનભાઇ ને કેન્સરના લીધે મોઢાના ભાગે જીવાત પડી ગયેલ જેની જાણ ઈકબાલગઢ ના પત્રકાર મિત્રોને થતા પત્રકાર મિત્રો દ્વારા ઈકબાલગઢના સેવાભાવી ખાનગી દવાખાનું ચલાવતા ડોક્ટર સેહજાદ ભાઈ સુમરા અને ડૉક્ટર સોહિલભાઈ પીપરાનીને જાણ કરતા બંને ડોક્ટર હાલમા ડબલ ઋતુ માં બીમારી વધી જતા ઓપીડી માં દર્દીઓ ની સઁખ્યા વધારે હોવા છતાં પણ બંને યુવા ડોક્ટર પોતાની ઓપીડી પડતી મૂકી ને તાત્કાલિક કેન્સર થી પડેલ જીવાત થી પીડાતા યુવાનની મુલાકાત લીધી અને તાત્કાલિક ડ્રેસિંગ કરવામાં આવેલ . અને ડ્રેસિંગ ત્રણ ક્લાક કરતા પણ વધારે સમય કરી મોઢા ના ભાગ મા પડી ગયેલ 100 કરતા પણ વધારે જીવડાં બહાર નિકાલવામાં આવેલ હતા. જે બાદ કેન્સર યુક્ત યુવક ને દર્દ માં પણ રાહત મળી હતી. ડ્રેસિંગ કરી અને પાટા પટ્ટી કરવામાં આવી હતી કોઈ પણ ચાર્જ લીધા વગર સેવા કરવા ના ધ્યયથી ટીટમેન્ટ કરવામા આવી હતી એટલે…

સાચુજ કહેવાય છૅ કે ભગવાનને કોઈએ જોયા નથી પરંતુ ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ પણ કહેવામાં આવેછે અને આ કેમ કહેવાતું હશે એ આજે ઈકબાલગઢ ના બંને નવ યુવાન ડોક્ટરો એ સાબિત કરી બતાવ્યું

 

અહેવાલ. મેમન વાહિદ અમીરગઢ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores