Friday, January 3, 2025

વડાલી તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો    

વડાલી તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો

 

સાબરકાંઠાના વડાલી તાલુકા પંચાયતના નવ નિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચેતનાબેન પરમારની અધ્યક્ષતામાં વડાલી તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો.

 

આ કેમ્પમાં ૮૦ થી વધુ સખીમંડળની બહેનો હાજર રહી હતી. આ કેમ્પમાં ૨૮ સ્વસહાય જુથોને રૂ.૫૭ લાખનું ધિરાણ અપાયું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ટ કામગીરી કરેલ બેંક મેનેજર બેંક સખી નું સન્માન કરાયું હતું. અત્યાર સુધીમાં વડાલી તાલુકામાં ૨૨૬ જૂથોને રૂ.૩૭૯.૯૦ લાખનું ધિરાણ અપાયું છે.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. જી રાજપુત, મિન્નતબેન મન્સુરી ડી.એલ.એમશ્રી, એટીડીઓ કૈલાસબેન રાજગોર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી સુનિલ પટેલ, એપીએમશ્રી અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી.

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન . 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores