Tuesday, December 3, 2024

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના માલપુર માંથી બોગસ ડોક્ટર ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના માલપુર માંથી બોગસ ડોક્ટર ઝડપાયો

 

ધોરણ ૧૦ પાસ હિંમતનગર નો રહીશ વાળંદ મનહર બાબુ લોકોનો આરોગ્ય સાથે ચેડા કરી સારવાર કરતો હતો

 

વડાલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ ડિગ્રી વગર હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે વડાલી તાલુકા આરોગ્ય તંત્રે માલપુરમાં અચાનક તપાસ કરતા ડિગ્રી વગરનો ધોરણ ૧૦ પાસ કરેલો ઊંટવૈદિયો ડોક્ટર સામે આવતા આરોગ્ય વિભાગે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન સિરપ સહિતનો જથ્થો જપ્ત કરી દવાખાનુ સીલ કરી બોગસ ડોક્ટર સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

 

વડાલી ટી એચ ઓ પ્રદીપ ગઢવીએ ટીમ સાથે ૧૧ ઓક્ટોબરે વડાલીના માલપુરમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો ઊંટવૈદિયો ડોક્ટર ઝડપી પાડ્યો

 

વડાલીના માલપુરમાં અચાનક તપાસ હાથ ધરતા ધોરણ ૧૦ પાસ દરમિયાન માલપુરમાં ગેરકાયદેસર રીતે દવાખાનુ ખોલી પ્રેક્ટિસ કરતો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં અક્ષર સોસાયટીમાં રહેતું વાળંદ મનહર બાબુ પાસે તપાસ કરતા કોઈપણ ડિગ્રી કે તબીબી સર્ટિફિકેટ ન હોવા છતાં દર્દીઓની તપાસ અને સારવાર કરી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવ્યું હતું

 

જેથી દવાખાનામાં વધુ તપાસ હાથ ધરતા ઇન્જેક્શન સીરપ એલોપેથીક દવાઓ મળી આવતા દવાખાનું સીલ કર્યું હતું

 

આ મામલે વડાલી ટી એચ ઓ પ્રદીપ ગઢવીએ વડાલી પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટર વાળંદ માથાના બાબુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

 

રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન . 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores