Sunday, October 6, 2024

તરભ શ્રી વાળીનાથ મહાદેવ નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર શિવલિંગનો રુદ્રાભિષેક પૂજન નેપાળ પશુપતિનાથ મંદિરે કરવામાં આવ્યું

તરભ શ્રી વાળીનાથ મહાદેવ નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર શિવલિંગનો રુદ્રાભિષેક પૂજન નેપાળ પશુપતિનાથ મંદિરે કરવામાં આવ્યું

 

ગુજરાતના વિસનગર તાલુકાના ગામ તરભમાં આવેલ શ્રી વાળીનાથ મહાદેવ(અખાડા)શિવધામ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન તા.૧૬ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪,ને ગુરૂવારના રોજ અતિ શુભ ગુરુપુષ્યાઅમૃત અમૃત સિદ્ધિ યુગમાં નુતન મંદિરમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ પરિવાર દેવતા મૂર્તિઓ અને અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે ધર્મ પ્રસંગને એક અનેરો ઐતિહાસિક ઉત્સવ બનાવવા માટે સમાજના વડીલોના માર્ગદર્શનથી અને મહંતશ્રી જયરામ ગીરીબાપુની ધર્મ પ્રત્યેની લાગણીઓથી બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા ભારતના પવિત્ર તીર્થ સ્થાનોમાં દર્શન પૂજન અર્ચન અર્થે પરિભ્રમણ પ્રસ્થાન થયેલ છે. જે અતિ પાવન શિવલિંગનું નેપાળ કાઠમંડુ પશુપતિનાથ મહાદેવના મંદિરમાં ધ.ધુ.૧૦૦૮ મહંતશ્રી જયરામગીરી બાપુ અને કપિલેશ્વર મહાદેવ કલોલ જગ્યાના સંત શ્રી સહિત સમાજની મોટી ઉપસ્થિતિમાં સ્વ.ગગાભાઈ જીતાભાઈ દેસાઈ,પઢીયાર શ્રી અશ્વિનભાઈ,ભુવાજી શ્રી પ્રદીપભાઈ,બકુલભાઈ સધીમાં પરિવાર કનીજ દ્વારા નેપાળ પશુપતિનાથ સન્મુખ મંદિર પરિસરમાં શ્રી વાળીનાથ નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગનું પૂજન અર્ચન રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores