Sunday, October 6, 2024

ઇડરના ચાંડપ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસસ્ટેન્ડ વિસ્તારની સફાઈ કરતા નાના ભૂલકાઓ

ઇડરના ચાંડપ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસસ્ટેન્ડ વિસ્તારની સફાઈ કરતા નાના ભૂલકાઓ..

 

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇડર તાલુકાના ચાંડપ ગામ ખાતે બાળકો તેમજ ગ્રામજનો સાથે મળી બસસ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી…

આગામી બે મહિના દરમિયાન ૮ અઠવાડિયા સુધી દર રવિવારે રાજ્ય સહીત જિલ્લામાં વિવિધ થીમ ઉપર સ્વચ્છતા સફાઈ અભિયાન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આ રવિવારે જિલ્લાના મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા વિસ્તારના બસ સ્ટેન્ડ વિસ્તારોમાં બસસ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી.

ઇડર ખાતેના ચાંડપ ગામે યોજાયેલી સફાઈ ઝુબેશમાં ગામના બાળકો ઉત્સાહભેળ સફાઈ ઝુબેશમાં જોડાયા હતા. મારું ગામ સ્વચ્છ ગામની ભાવના સાથે બાળકો દ્વારા ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને તે વિસ્તારમાં પડેલા કચરાને દૂર કરીને બસસ્ટેન્ડ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં  હતો…. રિપોર્ટર -સહદેવસિંહ ચાંડપ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores