Sunday, December 22, 2024

ચીંઘનાર…’કૃતિભક્તિ’ જેવો અદ્ભુત પ્રયોગ આપનારા મહામાનવ રાહ‌એટલે પ.પુ. શ્રી પાંડુરંગ શાસ્ત્રી જી.

વૈદિક ધર્મ અને ભગવદ ગીતા તેમજ ભગવાન ‘શ્રી કૃષ્ણ’ ને પોતાના આરાધ્ય માની,કેવળ ઉપાસના નહીં પરંતુ આ વિચારો ને પોતાની કૃતિ માં લાવી ને.ઈશ્વર પ્રત્યે ની માનવની કૃતજ્ઞતા ને કઈ રીતે વ્યક્ત કરાઈ એનો  ચીંઘનાર…’કૃતિભક્તિ’ જેવો અદ્ભુત પ્રયોગ આપનારા મહામાનવ રાહ‌એટલે પ.પુ. શ્રી પાંડુરંગ શાસ્ત્રી જી.

 

મહારાષ્ટ્ર નાં રોહા ગામનાં વતની પાંડુરંગ શાસ્ત્રી જી એ, સ્વાધ્યાય પ્રવૃત્તિ નામના કાર્ય ને મહારાષ્ટ્ર અને ગુજરાત થી આગળ વધી વૈશ્વિક સ્તરે વિસ્તાર્યું.છતા ક્યારેય એનાં બણગા નથી ફુક્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારા દાદાજી.પ્રતિષ્ઠા થી હંમેશા દુર રહ્યા

 

આજે કેવળ ભારત નહીં જ્યાં જ્યાં ભારતિયો વસે છે એવા તમામ દેશોમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે.

 

દાદાજી નાં સાંસ્કૃતિક ઉત્થાન,અને પ્રભુ કાર્યને વર્ણવવા માટે તો,ગ્રંથો લખવા પડે…. તો પણ એનું વર્ણન અધુરુ જ રહે.પણ એમનાં કાર્ય ની પધ્ધતિ નિરાળી છે.

 

આજે કરોડો સ્વાધ્યાયી…’ભાવફેરી’ જેવા પ્રયોગો થી ઘરે ઘરે અને ઉંબરે ઉંબરે ફરે છે.અને સાચા વૈદિક ધર્મ નો પ્રચાર કરી રહ્યા છે.

છતાં એની કોઈ જાહેરાત નથી થતી

 

‘ત્રિકાળ સંધ્યા’ અને ‘સાયં પ્રાર્થના’ જેવા પ્રયોગો થી સેંકડો પરિવારોમાં રામરાજ્ય જેવી શાંતિ અને સમજણ છે

 

‘ભક્તિ ફેરી’ જેવા પ્રયોગો થી સનાતન ધર્મ નો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે

 

‘વૃક્ષમંદિર’ શ્રી ‘દર્શનમ્ ‘ અને ‘યોગેશ્વર કૃષિ ‘ જેવા પ્રયોગો એ ગામડાઓ ની સામાજિક સ્થિતિ સુધારી છે.

 

અને છતા આવા ઉમદા કાર્ય નો શ્રેય પાંડુરંગ દાદા એ પોતે ક્યારેય નથી લીધો.તેઓ હંમેશા કહેતા કે,આપણો પ્રમુખ ‘ભગવાન યોગેશ્વર ‘ છે બીજું કોઈ નહીં.

 

તત્કાલીન સમયમાં રાષ્ટ્ર પ્રમુખ ડો.રાધા કૃષ્ણ ને દાદાજી ને સ્વાધ્યાય કાર્ય માટે કાયમી સરકારી સહાય ની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી.પરંતુ દાદાજી એ ખૂબ જ વિનમ્રતા પૂર્વક આ ઓફર નો અસ્વિકાર કર્યો હતો

 

કારણકે દાદાજી માનતા હતા કે,માણસને જો પોતાનું ‘આત્મગૌરવ’ નહીં હોય તો એ લાચાર અને બાપડો બનશે.જ્યારે માનવ તો ભગવાન નું લાડકું સંતાન છે.એને બીચારો બાપડો ન બનવું જોઈએ.

 

તેમજ બીજો મનુષ્ય પણ ભગવાન નો દીકરો હોય એનું પણ લોહીના નાતે નહીં તો લોહી બનાવનાર નાં નાતે સન્માન થવું જોઈએ

 

આ બંને વાતો ને જોડીને ‘દાદાજી’ એ સમગ્ર માનવજાત નું ગૌરવ નિર્માણ કર્યું

 

એટલે જ આજના ‘દાદાજી’ નાં જન્મ દિવસને ‘મનુષ્ય ગૌરવ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

🙏 જય યોગેશ્વર 🙏

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન .9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores