થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ચોથા નોરતે લોક ગાયિકા રબારી મિતલબેનને ગરબા ની રમઝટ બોલાવી હતી
- થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે બિરાજમાન રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્યમાં લુવાણા કળશ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા નવરાત્રી મહોત્સવનો ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી નવે નવ દિવસ અલગ અલગ કલાકારોને પણ બોલાવવામાં આવે છે અને આજે ચોથા નોરતે લોક ગાયક રબારી મિતલબેન દ્વારા આજે ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી અને ખેલૈયા ઓ પણ રમઝટ બોલાવી હતી આ નવરાત્રી મહોત્સવ ની અંદર લુવાણા ટ્રસ્ટ દ્વારા ચા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બારેથી પધારેલ ગ્રામજનોને પણ બેસવા માટેની ઉત્તમ સગવડ કરી આપવામાં આવે છે અને નવરાત્રી ના પાવન દિવસે કલેશહર માતાજીના પુજારી અને હનુમાનજીના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે દ્વારા પૂજા પાઠ અર્ચના કરવામાં આવે અને બંને ટાઈમ માતાજીની આરતી ભવ્ય રીતે કરવામાં આવે છે આજુબાજુના વિસ્તારમાં લોકો પણ આ નવરાત્રી જોવા માટે લુવાણા કળશ ગામે આવે છે અને બોહળી સંખ્યામાં લોકો હાજર રહીને નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરે છે
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ