આજરોજ શેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઇસ્કુલ,વડાલીમાં નવરાત્રી ગરબા મહોત્સવ-૨૦૨૩/૨૪ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી વડાલી કેળવણી મંડળના પ્રમુખશ્રી તખતસિંહજી હડિયોલ સાહેબ, શેઠ સી.જે. હાઇસ્કુલ ના આચાર્યશ્રી હરીન્દ્રસિંહ ચંપાવત, શાળાના આચાર્યાશ્રી દક્ષાબેન પટેલ તથા શાળાના તમામ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી ઉતારી સૌએ ધન્યતા અનુભવી . આ નવરાત્રી મહોત્સવમાં શાળાના તમામ સ્ટાફે તથા ધોરણ -૬ થી ૧૨ ની દીકરીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો. મહોત્સવના અંતે સુંદર ડ્રેસ પહેરી અને ગરબા રમેલ દીકરીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા.મંડળના પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ સાહેબ તથા મંત્રીશ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબે આ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્યાશ્રી દક્ષાબેન પટેલ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.







Total Users : 159906
Views Today : 