જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ -2023/’24 શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ (બોટાદ) ખાતે સંપન્ન થયો….
- શિક્ષણમાં નાવિન્ય અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 અંતર્ગત વર્ગખંડ અને શિક્ષણની સમસ્યાઓનાં નિવારણ માટે બોટાદ જિલ્લાના ઈનોવેશન DIC અને કુશળ અને કર્મઠ માર્ગદર્શન હેઠળ અનેક ઈનોવેટિવ શિક્ષકોના નવા વિચારો રાજ્ય અને રાષ્ટ્રીય ફલક પર મુકનાર શ્રી વિપુલભાઈ વાજા સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બોટાદ જિલ્લાના ચાર તાલુકા અને નગરપાલિકાના કુલ શ્રેષ્ઠતમ 18 સારસ્વતોના નવતર પ્રયોગ પસંદ કરવામાં આવ્યાં હતાં
બોટાદની આદર્શ શૈ.સંકુલમા આ એજ્યુકેશ ઈનોવેશન ફેસ્ટીવલના પ્રથમ દિવસે પ્રારંભિક સેરેમનીમા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા,ડાયટ ભાવનગરના કુશળ, કર્મઠ પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટ,બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર,નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રી મોરી સાહેબ,નગર પાલિકા બોટાદ શાસનાધિકારી શ્રી ડી.બી.રોય સાહેબ,તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રી રાણપુર અને બરવાળા તથા બરવાળા અને રાણપુર તથા શૈક્ષિક મહાસંઘ બોટાદના અધ્યક્ષ શ્રી જનકભાઈ સાંબવા તથા બી.આર.સીશ્રીઓ,સી.આર.સીશ્રીઓ,તથા આદર્શ શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રી પ્રભુભાઈ ત્રાસડિયા સાથે પ્રથમ દિવસે રાણપુર અને બોટાદ તાલુકા તથા નગરપાલિકાના દરેક શાળાનું પ્રતિનિધિત્વ કરતાં સારસ્વતો ઉપસ્થિત રહ્યાં હતાં.
સુંદર દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી,ત્યારબાદ ડાયટ ભાવનગરનાં પ્રાચાર્યશ્રી ભટ્ટ સાહેબ દ્વારા આવકાર અને સૌ મહાનુભાવોનું સન્માન સાથે શ્રી વિપુલભાઈ વાજા સાહેબે પોતાની આગવી શૈલીમાં નવમાં ઈનોવેશન ફેસ્ટિવલ અંગે પ્રારંભિક રુપરેખા આપી હતી, પ્રેરક પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આવા અગત્યનાં ઉપક્રમમા હાજર રહેવાનો ખૂબ રાજીપો વ્યક્ત કરી રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકનું ઉત્તરદાયિત્વ વંદનીય કહી દરેક ઈનોવેટિવ શિક્ષકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બોટાદ જિલ્લાના 18 ઈનોવેટિવ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું….આ પ્રારંભિક સેરેમનીનું આભારદર્શન ડાયટના સિનિયર લેક્ચર શ્રી સંજયભાઈ તલસાણિયા સરે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ચાચરિયા પ્રા.શાળાના ઈનોવેટિવ શિક્ષક અને શ્રેષ્ઠ એન્કર પ્રવીણભાઈ ખાચરે પોતાની આગવી શૈલીમાં કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં….
બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ મહાનુભાવોની હાજરીમાં રિપીન કાપી ઈનોવેશન ફેસ્ટીવલને ખૂલ્લો મુક્યો હતો…. ખૂબ આનંદની વાત છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દરેક સ્ટોલ પર ખૂબ રસપૂર્વક જોડાઈને તમામ ઈનોવેટિવ શિક્ષકોના કામને ખૂબ ઝીણવટથી માણ્યું, જાણ્યું અને વખાણ્યું હતું અને એક એકથી ચડિયાતા સ્ટોલ માટે અઢારેય સારસ્વતો સાથે શ્રી વિપુલભાઈ વાજા સરને ખૂબ અભિનંદન પાઠવી શ્રેષ્ઠ કામને દિલથી બિરદાવ્યું હતું…સાથે પ્રાચાર્ય શ્રી ભટ્ટ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર સાહેબ તથા નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારી શ્રી મોરી સાહેબ સાથે શિક્ષણ પરિવાર બોટાદના સાહેબશ્રીઓએ ઈનોવેટિવ શિક્ષકોના કામને બિરદાવ્યું હતું….અનેક સારસ્વતો અને વિધાર્થીઓએ રસપુર્વક આ તમામ સ્ટોલની મુલાકાત કરી ઘણું નવું મેળવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આજ ઉત્સાહ સાથે બીજા દિવસની શરુઆત પણ ખૂબ ઉત્સાહથી થઈ અને બીજા દિવસે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બળોલિયા સાહેબે વિશેષ રસ દાખવી ઈનોવેશન ફેસ્ટીવલની મુલાકાત લીધી હતી…સાથે ગઢડા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી જોશી સાહેબ તથા ગઢડાના બન્યે કેળવણી નિરીક્ષકશ્રીઓ પણ આ તકે પ્રેરક હાજરી આપી હતી….
પોલીસ અધિક્ષકશ્રીએ દરેક સ્ટોલની ગૌરવપૂર્ણ મુલાકાત લઈ દરેકના કાર્યને બીરદાવી પોતાના પ્રેરક ઉદબોધનમાં પોતાના જીવનધડતરમા ફાળો આપનાર શિક્ષકોને યાદ કરી શિક્ષકોને યાદ કરી એક શિક્ષક શું કરી શકે એવા પ્રેરક પ્રસંગો વાગોળી ઈનોવેશન ફેસ્ટિવલમાં આમંત્રણનો સવિશેષ આભાર માની ડાયટ ટીમ અને તમામ ઈનોવેટિવ શિક્ષકોની પીઠ થાભડી હતી અને હાજરી આપીને ખૂબ આનંદ અનુભવું છું આવા ભાવો રજુ કરી ઈનોવેશન ફેસ્ટીવલની સાર્થકતા દર્શાવી હતી…..આમ આદર્શના આંગણે આદર્શ રીતે બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ સંપન્ન થયો હતો….