વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રીમાં હેલ્થ અવરનેસ કાર્યક્રમ યોજાયો
ઘો. ૮ થી ૧૨ ની દીકરીઓ માટે હેલ્થ અવરનેસ તથા દીકરીઓને શાળા કક્ષાએ તથા શાળા બહારના વાતાવરણ. સમાજ, ભારતીય સંસ્કૃતિ મુજબ. પહેરવેશ ખોરાક તેમજ આરોગ્ય સંબંધી નાની નાની બાબતોની સમજણ ડૉ.મનીષાબેન વૈધ (૩૭) વર્ષનો પોતાના વ્યવસાયનો અનુભવ દીકરીઓ ને માહિતી આપી હતી.
તેમજ શાળાની દીકરીઓ તથા દીકરાઓને પ્રાર્થના સભામાં આરોગ્ય સંબંધી જનરલ માહિતી પણ આપવામાં આવી હતી
આ પ્રસંગે શાળાના નિવૃત્ત કર્મચારી હરેશભાઈ પુરોહિત સાહેબ(૧૭) વર્ષ આ સંસ્થામાં પોતાની નોકરી કરી હતી નોકરીના સમયગાળા દરમ્યાનની યાદો તાજી કરી હતી શાળાના બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું
સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ડૉ હસમુખભાઈ બી.પટેલ એ ડૉ મનીષાબેન વૈધ તથા હરેશભાઈ પુરોહિત સાહેબ તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા ડૉ. દમંયતીબેન પટેલ તથા સ્ટાફ પરિવાર તથા સંદિપભાઇ ગૌર તથા પ્રાથમિક સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891