Sunday, December 22, 2024

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે અગિયારસના પાવન દિવસે નવરાત્રી મહોત્સવ પુર્ણાહુતિ કરવામાં

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે અગિયારસના પાવન દિવસે નવરાત્રી મહોત્સવ પુર્ણાહુતિ કરવામાં આવે

 

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ વર્ષો નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્યમાં અને માતાજીના ચાચર ચોકમાં ભવ્ય લુવાણા કળશ મંડળ તરફથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને એકમથી કરીને નમ સુધી નવદુર્ગા માતાજીની કલેશહર માતાજી ના પુજારી નરસી એચ દવે દ્વારા પૂજા પાઠ રચના કરવામાં આવે છે અને ગરબા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની સંચાલન કરવામાં આવે છે અને આ નવરાત્રિની અંદર નવે નવ દિવસ અલગ અલગ કલાકારો આવીને પોતાના સ્વર ગરબા ની અંદર મોજ કરાવે છે અને આ વખતે અગિયારસના પાવન દિવસે પધારેલ કલાકાર ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કલાકાર નારણભાઈ બારોટ અને જયંતીભાઈ પ્રજાપતિ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ ગરબાનું શુભ શરૂઆત હિરલબેન ઠાકોર તલવારથી પટ્ટા ખેલીને માતાજીના આશીર્વાદ લઇ અને પછી સરસ મજાની ગરબાની રમઝટ બોલાવી હતી અને નવરાત્રી મહોત્સવ ની અંદર ગામમાંથી અને આજુબાજુ ગામમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી હતી અને પાછલા 20 વર્ષથી અગિયારસના પાવન દિવસે નારણભાઈ કલાકાર તરફથી માતાજીના સેવા માટે પોતે આવે છે ગુજરાતના પ્રખ્યાત કલાકારો ગરબા આવીને રમઝટ બોલાવે છે અને રાજ રાજેશ્વરી કલેશ્વર માતાજી ને નવરાત્રી મહોત્સવ ની અંદર દરરોજ માતાજીને વાઘા પહેરાવવામાં આવે છે અને લુવાણા ગરબા મંડળ દ્વારા ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ નવરાત્રી મહોત્સવ ની અંદર રાજકારણ નેતા સંત મહાત્માઓ અને તમામ મહાનુભાવો આવીને માતાજીના દર્શન કરીને ધનત્ય અનુભવે છે અને તમામ ગ્રામજનો સહયોગ અને સાથ સહકારથી આ નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવે છે કલેશહર ટ્રસ્ટના પ્રમુખ હંસાજી તરક અને ઉપ પ્રમુખ અનાજી વાઘેલા અને મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ અને ડે.સંરપચ વાઘેલા દેવરાજ ભાઈ સુરેશભાઈ મોદી અને વાલજીભાઈ નાઈ અને પ્રકાશભાઈ વાઘેલા અને નરસી એચ દવે અને તમામ ગ્રામજનો આનંદ ઉલ્લાસ સાથે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે અને માતાજીના ગુણગાન ગાયને આ નવરાત્રી મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવી હતી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores