Saturday, December 21, 2024

મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન

મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ અમૃત કળશ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

જિલ્લાના ૨૮ યુવાનો માટીના કળશ સાથે દિલ્લી જવા રવાના થયા

 

સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત આઠ તાલુકા અને છ નગરપાલિકાની માટી ભરેલ અમૃત કળશ રથને લીલી ઝંડી આપી. અમૃત કળશ રથને સાથે ૨૮ યુવાઓ દિલ્હી ખાતે જવા રવાના કરાયા.

 

સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લાના આઠ તાલુકાના અને નગરપાલિકા માટી કળશ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વાજતે ગાજતે અમૃત કળશ રથને રવાના કરાયો. આ અમૃત કળશ રથ હિંમતનગરથી પ્રાંતીજ જશે. પ્રાંતીજ નગરપાલિકા માં આ રથનું સ્વાગત થશે અને ત્યાંથી માટી કળશ લઈ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે.

 

અમૃત કળશ યાત્રાના અંતિમ ચરણમાં રાજ્યકક્ષાએથી દિલ્હી ખાતે કળશ લઇ જઇ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ થી આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન થશે. જેના ભાગરૂપે ૨૭ મી ઓક્ટોબરના રોજ અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માં જોડાશે. ગુજરાતના ૩૦૮ અમૃત કળશ અને ૮૦૦ યુવકો ટ્રેન મારફતે દિલ્હી જશે.

 

આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી અલ્પેશ પટેલ, ટી.ડી.ઓ શ્રી, તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન .9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores