💫 _અમદાવાદ શહેર નાં મણિનગર વિસ્તારમાં સૃષ્ટિ ફ્લેટ, જવાહર ચોક ખાતે રહેતાં અને ઘોડાસર સહજાનંદ કોમ્પલેક્ષ ખાતે આયુષ્ય એસોસિયેટ નામની ઓફિસ ધરાવી, રેતી કપચી નો ધંધો કરતા ફરિયાદી રામચંદ્ર હરીલાલ પટેલ દ્વારા સને 2009 માં બિરલા સન લાઈફ ઇંસ્યુરન્સ માં ડ્રીમ પ્લાન નામની વિમા પોલીસી લેવામાં આવેલ હતી અને 2012 સુધી ત્રણ હપ્તા ભરેલ હતા. આ વિમા પોલીસી 25 વર્ષ માટે હતી અને 35 લાખનો વીમો મળે એ પ્લાન હતો. પોતે આ પોલીસી બંધ કરવાનું વિચારી, મણિનગર ઓફિસ ખાતે પૂછપરછ કરવા જતાં, પોલીસી નંબર આધારે તપાસ કરતા જાણવા મળેલ કે, પોતાનું બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી, પોતાની પત્ની શિલ્પાબેન પટેલ ને નોમીની દર્શાવી, મહિન્દ્રા કોટક બેંક, નરોડા શાખામાં ખોટું બેંક એકાઉન્ટ ખોલી, આશરે 15 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લેવામાં આવેલ છે. આ બાબતે અગાઉ અરજીઓ કરવામાં આવેલ હતી પરંતુ ઓફિસ બોમ્બે ખાતે હોઈ, કોઈ કાર્યવાહી થયેલ નહી હોવાથી, *અમદાવાદ શહેર ઝોન 06 નાં ડીસીપી શ્રી રવિ મોહન સૈની* ને મળી, રજૂઆત કરતા, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરી અરજી આપી, ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા, અજાણ્યા ઈસમો દ્વારા ગુન્હાહિત કાવતરું રચી, ફરિયાદી રામચંદ્ર હરીલાલ પટેલ નાં નામનું ખોટું ડેથ સર્ટિફિકેટ તેમજ પોતાની પત્નીના નામનું બેંકમાં ખોટું ખાતું ખોલાવી, વિમા પોલીસી નાં રૂ. 15,20,819/- જેટલી રકમ મેળવી, છેતરપિંડી કરવામાં આવેલ હોવાનું જણાતા, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી…._
💫 _અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશન નાં પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફના હે.કો. છત્રસિંહ, અશોકકુમાર, પો.કો. દેવુસિંહ, નરેશકુમાર, દિપકભાઈ, કાનજીભાઈ, દશરથસિંહ, મહેન્દ્રસિંહ, દ્વારા દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા, બેંક એકાઉન્ટ ખોલાવવા સમયે આપવામાં આવેલ દસ્તાવેજ અને વિમા કંપનીમાં ઈ મેલ તેમજ મોબાઈલ ફોન આધારે ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં કુબેરનગર અમદાવાદ ખાતે રહેતા આરોપી ચિરાગ ગણેશભાઈ પરમાર સંડોવાયેલ હોવાનું જણાતા, તેની પૂછપરછ કરવામાં આવતા, આરોપી ચિરાગ પરમાર દ્વારા વટાણા વેરી દીધા હતા અને આ ગુન્હામાં પોતે પોતાના સંબંધીઓ નાં નામે સિમ કાર્ડ મેળવી, કુબેરનગર ખાતે જ રહેતા રાજેશ વ્રજલાલ રાઠોડ નાં કહેવાથી ઉજ્જૈન મધ્યપ્રદેશના સુનીલ શ્રીવાસ્તવ નામના આરોપીને આપવામાં આવેલ હતા. આરોપી સુનીલ શ્રીવાસ્તવ નાં કહેવાથી રામચંદ્ર હરીલાલ પટેલ નું ડેથ સર્ટિફિકેટ આરોપી રાજેશ રાઠોડ દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી આરોપીઓ ફારુક મિરઝા અને રોહિત સોલંકી દ્વારા મેળવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ ગુન્હામાં મુખ્ય આરોપી રજનીકાંત પ્રસાદ મૂળ જયપુર નો રહેવાસી છે અને તે ઉજ્જૈન નાં રહેવાસી આરોપી સુનીલ શ્રીવાસ્તવના સંપર્કમાં હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી…._
💫 _અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશન નાં પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફના હે.કો. છત્રસિંહ, અશોકકુમાર, પો.કો. દેવુસિંહ, નરેશકુમાર, દિપકભાઈ, કાનજીભાઈ, દશરથસિંહ, મહેન્દ્રસિંહ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા, ડુપ્લીકેટ ડેથ સર્ટિફિકેટ આધારે વિમા પોલિસી મેળવી, છેતરપિંડી કરતી આ ગેંગ દ્વારા 2021 માં ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ એક ગુન્હો નોંધાયેલ હોઈ, આરોપી સુનીલ શ્રીવાસ્તવ કોર્ટ મુદતે આવતો હોવાની જાણકારી મળતા, આરોપી સુનીલ શંકર સ્વરૂપ શ્રીવાસ્તવ ઉવ. 52 રહે. કેશવનગર, ઉજ્જૈન મધ્યપ્રદેશને પકડી પાડી, ધરપકડ કરી, બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવી, તપાસ દરમિયાન આરોપીઓ ફારુક હુસેન ડોસુમિયા મિરઝા રહે. બાયડ, કસ્બો, મિરઝા ફળી, બાયડ, જી અરવલ્લી તથા (2) રોહિત કુમાર હોથસિંહ સોલંકી રહે. બીબીની વાવ ગામ, ચેહર માતાવાળું ફળિયું, મુખીવાસ, બાયડ જી.અરવલ્લીને પણ બાયડ ખાતેથી અરવલ્લી ક્રાઇમ બ્રાંચ નાં પીઆઈ કે.ડી.ગોહિલ અને સ્ટાફ સાથે સંકલન કરી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુન્હાના કામે અમદાવાદ કુબેરનગર ખાતે રહેતા આરોપીઓ ચિરાગ ગણેશ પરમાર અને રાજેશ વ્રજલાલ રાઠોડ ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે…_
💫. _ડુપ્લીકેટ ડેથ સર્ટિફિકેટ આધારે વિમા પોલીસી મંજુર કરાવી, છેતરપિંડી કરી, રૂપિયા ખંખેરતા આરોપીઓની આ ગેંગ ની પૂછપરછ કરવામાં આવતા, આરોપી રજનીકાંત સંતોષ પ્રસાદ માસ્ટર માઇન્ડ છે, આરોપી સુનીલ શ્રીવાસ્તવ તેના સતત સંપર્કમાં હતો અને આ સુનીલ શ્રીવાસ્તવ, કુબેરનગર નાં આરોપી રાજેશ રાઠોડ મારફતે સિમ કાર્ડ અને ડુપ્લીકેટ ડેથ સર્ટિફિકેટ મેળવી, વિમાની રકમ ઉપાડી લેતા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની ગેંગ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ એક ગુન્હો દાખલ થયેલ હોઈ, જે ગુન્હામાં એક વ્યક્તિની ખોટા ડેથ સર્ટિફિકેટ આધારે બે પોલિસીમાં આશરે રૂ. 35 લાખ જેટલી રકમ ઉપાડી લેવામાં આવેલ અને હાલના મણિનગરના ગુન્હામાં ફરિયાદી નું ખોટું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી, રૂ. 15 લાખ જેટલી વિમા પોલિસી ની રકમ ઉપાડી લેવામાં આવેલ હોઈ, આ ગેંગ દ્વારા બે વ્યક્તિઓના બનાવટી મરણના દાખલાઓ બનાવી, ત્રણ પોલિસીમાં વિમાની રકમ બાબતે આચરવામાં આવેલ છેતરપિંડી ની રકમ રૂ. 50 લાખ/અર્ધા કરોડ જેટલી થવા જાય છે …_
💫 _પકડાયેલ આરોપીઓ બાબતે કુલ કેટલા ખોટા સર્ટીફિકેટ બનાવવામાં આવ્યા છે અને બીજી કોઈ પોલિસીની રકમ ઉપાડેલ છે કે કેમ..? તે બાબતે વધુ તપાસ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._