સરસ્વતી ના કોટાવડ થી નેદ્રોડા નો નવો બનતો રોડ ના નાળા ના કામમાં અને રોડ મા ભષ્ટાચાર
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ થી નેદ્રોડા (જીદ્રોડા) રોડ મંજુર થયેલ છે અને હાલમાં આ રોડનુ કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડ ઉપર એક નાળુ બનાવવામાં આવે છે તે નાળા ના કામમાં લોખંડ અને સિમેન્ટ ઓસો વાપરવામાં આવેલ છે
અને સિમેન્ટ ની અંદર રેતનુ પ્રમાણ વધારે હોય તેના કારણે નાળુ તુટવાની સંભાવના રહેલી છે અને આ કામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા ખૂબજ મોટા પ્રમાણમાં ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે તો આ રોડ ના કામને તાત્કાલિક અટકાવી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ







Total Users : 158560
Views Today : 