Friday, October 11, 2024

શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલ તા ૦૪/૧૧/૨૦૨૩ ના શનિવાર ના રોજ શાળામાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને શાળામાં વાલી મીંટીગનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલ તા ૦૪/૧૧/૨૦૨૩ ના શનિવાર ના રોજ શાળામાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને શાળામાં વાલી મીંટીગનું આયોજન કરવામાં આવ્યું હતું

 

જેમાં ૨૨૫ થી પણ વધારે વાલીઓ શાળામાં હાજર રહી પોતાના બાળકનું પ્રથમ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું

તેમજ પોતાના બાળકની પરીણામની વ્યક્તિગત પરિણામ ની ચર્ચા કરવામાં આવી

વાલીશ્રીઓને માર્ગદર્શન માટે યુનિક ઇન્ટરનેશનલ સ્કૂલ ઈડરના ડાયરેક્ટર જીતુંભાઈ પટેલ સાહેબએ સુંદર માહિતી આપી હતી

તથા પ્રા શાળા.નં ર વડાલી ના આચાર્ય પ્રકાશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું

તેમજ શાળાના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ એ વાલીઓને સમજાવ્યું કે આપના બાળકની આપે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન રમેશભાઈ પ્રજાપતિ તથા સંદિપભાઈ ગૌર એ કર્યું હતું શાળાના ટ્રસ્ટીશ્રી કાન્તીભાઈ પટેલ સાહેબ એ બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે આર્શીવાદ આપ્યા હતા

અને અંતમાં આભારવિધી કમલેશભાઈ પટેલ સાહેબે કરી હતી. છેલ્લે વાલીશ્રીઓ માટે નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી

સમગ્ર કાર્યકમની વ્યવસ્થા સંદર્ભે શાળાના આચાર્યશ્રીએ સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores