Friday, October 11, 2024

દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ ઈકબાલગઢ તથા ઈકબાલગઢ પંચાયત અને ઈકબાલગઢ પત્રકાર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

 

દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ ઈકબાલગઢ તથા ઈકબાલગઢ પંચાયત અને ઈકબાલગઢ પત્રકાર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પ દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ , ઈકબલગઢ ગ્રામ પંચાયત ના સરપંચ રાજુભાઇ અગ્રવાલ તથા ઈકબાલગઢ પત્રકાર એઓસીએસન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઈકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો સમય સવારે 9:00 થી 01:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ટ્રસ્ટ તરફથી આ સમયગાળામાં 51 બોટલો એકત્રિત કરવાના ટાર્ગેટ સાથે ટ્રસ્ટ ના સભ્યો એ ખૂબ મહેનત કરી હતી અને 1 વાગ્યા સુધીમાં 52 બોટલો એકત્રિત કરી લીધી હતી જે બિરદાવવા લાયક છે. સામે ચાલીને યુવાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા આ બ્લડ ડોનેટ કરી 52 બોટલો જીવન વોલન્ટરી બ્લડ સેન્ટર પાલનપુર ખાતે જમા કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે જીવન વોલન્ટરી બ્લડ સેન્ટરના સ્ટાફે પણ પૂરેપૂરો સહયોગ આપ્યો હતો તેમના સહયોગથી 52 બોટલો એકત્રિત કરવામાં સફળતા મળી હતી. બ્લડ ડોનેટ કરનારને ગિફ્ટ માં પાણી ની બોટલ અને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્લડ એકત્રિત કરીને ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ એકત્રિત કરેલું બ્લડ કોઈપણ ધર્મ જાતિના ભેદભાવ વગર કોઈને પણ જરૂર પડે આપવામાં આવશે. ખાસ કરીને મહિલોઓ ને ડીલેવરી સમયે લોહીની ખુબ જરૂર પડતી હોય છે. જયારે લોહીની જરૂર પડે ત્યારે તેમની જરૂરિયાત પુરી થાય તે હેતુ થી આજે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર ટ્રસ્ટ તરફથી ઓછા સમય ગાળામાં 52 બોટલો એકત્રિત કરવાના સાહસ માટે ટ્રસ્ટના તમામ સભ્યોને બિરદાવવા લાયક છે.

કિરણ રણાવાસિયા

(પ્રમુખ દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટ)

અહેવાલ :- મેમન વાહિદ (ઈકબાલગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores