Friday, October 11, 2024

ડોઝબોલ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતે મિક્સ ઇવેન્ટ માં સિલ્વર મેડલ જીત્યા

ડોઝબોલ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતે મિક્સ ઇવેન્ટ માં સિલ્વર મેડલ જીત્યા .

તાજેતરમાં મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ એલોરા વેરૂલ ખાતે તારીખ 27 ઓક્ટોબર 2023 થી 29 ઓક્ટોમ્બર 2023 ના રોજ, બીજી સિનિયર નેશનલ ડોઝબોલ ચેમ્પિયનશિપ (Dodgeball) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાતને

(પુરૂષ – મહિલા) મિક્ષ ટીમમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે. જે ખરેખર ગુજરાત માટે સૌ ગૌરવની વાત છે જેમાં પાટણ જિલ્લા ના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામનાં 3 ખેલાડીઓ સિપાઈ સોયબખાન શબ્બીરખાન, પરમાર નિલેશકુમાર અશોકભાઈ અને પટાવટ બાકરઅલી હસનઅલી એ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્યનું તથા પાટણ જિલ્લાનું અને પોતાના ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.આ સિધ્ધી બદલ આઈ.ડી.સેલિયા અને એમ.કે.સૈયદ ઉ.મા.શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મલિક હમીદખાન જાફરખાન અને આચાર્ય સાહેબ શ્રી મોહમ્મદ મુસ્તાકભાઈ એસ.સૈયદ તથા ડોઝબોલ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ- હર્ષિકા પટેલ (Sun Builders) , વાઈસ પ્રેસિડેન્ટ – શ્રી ગૌરવસિંહ રાજપૂત ( CRPF ), વાઈસ પ્રેસિડેન્ટ – મુકેશભાઈ ભટ્ટ (Core Mobile ) અને જનરલ સેક્રેટરી – પલક સોંદરવા ( Asian Medalist Water sports) તથા કોચ હરવિન્દર સિંહ તેમજ ડોઝબોલ એસોસિએશન ઓફ ગુજરાત ના તમામ સભ્યોએ આ સિધ્ધી ને બિરદાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે..

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores