સાબરકાંઠાના હિંમતનગર ખાતે કેન્દ્રીયમંત્રી શ્રી ડૉ. વીરેન્દ્ર કુમારની અધ્યક્ષતમાં દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
કુલ ૧૨૧૫ લાભાર્થીઓને રૂ.૧.૨૮ કરોડના રર પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરાયું.
સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં એલીમ્કો અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કૂલ ૧૫ મૂલ્યાંકન કેમ્પો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુલ ૩૦૪૭ દિવ્યાંગજનો હાજર રહ્યા હતા. તેમની દિવ્યાંગતા પ્રમાણે વિવિધ સાધન સહાય મંજુર કરવામાં આવ્યા હતા. જે માટેનો વિતરણ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ આગામી ૩૦ નવેમ્બર સુધી જિલ્લાના કુલ ૬ તાલુકાના વિવિધ સ્થળોએ વિતરણ કાર્યક્રમ યોજાશે. સમગ્ર જિલ્લાના ૩૦૪૭ લાભાર્થીઓને કુલ રૂ.૩.૪૭ કરોડની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા અને જી.એમ.ઇ.આર.એસ હોસ્પીટલ દ્વારા જે દિવ્યાંગજનો પાસે દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર નથી તેમને સ્થળ પર પ્રમાણપત્ર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું..

આ કેમ્પમાં શ્રી દિપસિંહ રાઠોડ , સાંસદ , સાબરકાંઠા – અરવલ્લી , રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારા , હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા, અગ્રણી કુ. કૌશલ્ય કુંવરબા, ભાજપા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઇ ઉપાધ્યાય,
તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઈ પટેલ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 154941
Views Today : 