Monday, December 30, 2024

થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામે કલેશહર માતાજી ના કારતક સુદ ચૌદશ ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ સંવાર માં મહા પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામે કલેશહર માતાજી ના કારતક સુદ ચૌદશ ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ સંવાર માં મહા પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

આજે કારતક સુદ ચૌદસના શુભ દિવસે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે માતાજી કલેશહર માતાજી ના મંદિરે દર‌ ચૌદશ રાત્રી ‌જાગરણ‌ કરવામા આવે છે વર્ષોથી કલેશહર માતાજી લુવાણા કળશ ગામમાં બિરાજમાન છે ત્યારે સર્વે ગ્રામજનો તેમજ માતાજીના પૂજારી નરસી એચ દવે મહારાજ હનુમાનજીના ઉપાસક છે સાથે સાથે ગૌભક્ત છે

અને માતાજીના પૂજારી છે તો એમના સાનિધ્યમાં સર્વે ગ્રામજનો આજે કારતક સુદ ચૌદશના શુભ દિવસે રાત્રે જાગરણ ભવ્ય ભજન સંધ્યા યોજવામાં આવ્યો કલાકાર શ્રી વેલજીભાઈ પટેલ ગામ જાડરા અને સીયા ગામ રાજપુત, બાળ કલાકાર સુરેન્દ્રસિંહ રાજપુત તેમજ રાજેશ્વર ડીજે સાઉન્ડ થરા નોનજીભાઈ નાં સથવારે અને સેહદેવ પુરોહિત મ્યુઝિકલ ગ્રુપ ગેળા અને અન્ય કલાકારો સાથે ભવ્યથી ભવ્ય જાગરણ અને ગરબાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સમસ્ત લાઈવ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ નાં માધ્યમ થી જગદીશ મોદી (વેલ કમ સ્ટુડિયો રાહ) દ્વારા ટેલિકાસ્ટ આપવામાં આવ્યું હતું.. અને ગામ લોકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યમાં નાચ ગાન કરી માતાજીની ભક્તિ કરી પૂનમની સવારમાં માતાજીનો પ્રસાદ અને માતાજીને વાઘા પહેરાવી આશીર્વાદ લીધા સર્વે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માતાજીના આ રૂડા કાર્યક્રમો ફાળો આપી ધન્યતા અનુભવી હતી.સર્વ ગ્રામજનો‌ હજારોની સંખ્યામાં ‌લોકો ભેગા મળીને આ અવસરને ‌ઉજવેછે મહા કલેશહર સુખી રાખે અને સર્વેના દુઃખો દૂર કરે એવી મહારાજ અને પુજારી નરસી એચ દવે માતાજીને પ્રાર્થના કરી માતાજી સૌનો કલ્યાણ કરે અને તમામ ગ્રામજનો માતાજીને પ્રાર્થના કરી હતી ગામની અંદર અને ગાય ની અંદર સુખ-શાંતિ બની રહે એવી જગદંબાને પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને સમસ્ત લુવાણા કળશ ગ્રામજનોના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવીને આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તમામ ગ્રામજનોએ માતાજીના ગુણગાન અને ભજન કીર્તન કર્યા હતા આ ભવ્ય કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ હતો અને દરેક સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમમાં આવીને માતાજીના ગુણ ગાન ગાયા હતા અને સવારમાં તમામ ગ્રામજનો દ્વારા યથાશક્તિ પ્રસાદ કરી અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના પૂજારી માતાજીની પૂજા અર્ચના પાઠ કરીને લોકોને આશીર્વાદ આપ્યા હતા

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores