સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો.
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે હ્યુમન એનાટોમી અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો જેમાં 250 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડલના માધ્યમથી માનવ શરીરના વિવિધ ભાગો અને તેના કાર્યો સાથે ડ્રોન ટેકનોલોજી તેના વિવિધ પ્રકાર અને તેના ઉપયોગો તથા તેને ઓપરેટર કરવા વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટર પ્રોજેક્ટ ના ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે સાયન્સ સેન્ટર એક ટેકનિકલ સંસ્થા છે.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ