તંમ્બોળીયા સગર્ભા મહિલાની રસ્તામાં 108 માં પ્રસતિકરાવી
પાટણ હારીજના તંમ્બોળીયા ગામમાં રહેતા આજમિબેન વસારામભાઈ રાજપૂત ને પ્રસુતિનો અસહ્ય દુખાવો ઉપડતાં 108 નો સંપર્ક કર્યો હતો . ચાણસ્મા 108 ઇએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાયલોટ કમલેશ ઠાકોર સ્થળ પર પહોંચી દર્દીને તપાસ કરતાં એમનીયોટિક ફ્લૂઇડ લીકેજ થઇ ગયેલ હોય અને અસહ્ય દુખાવો ચાલુ જ હોય ગામના બસ સ્ટેન્ડથી સહેજ આગળ નીકળતા જ દર્દીને ખુબજ વધારે ડિલિવરીનો દુખાવો ઉપડતાં 108 ને સાઈડમાં ઉભી રાખી હેડ ઓફિસે રહેલા ERCP ટીમનો સંપર્ક કરીને દર્દીની સ્થિતિ વિશે જણાવતા ઇએમટી અને પાયલોટ દ્વારા માર્ગદર્શન મુજબ 108 માં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી જરૂરી સારવાર આપી બાળક અને માતા બંનેનો જીવ બચાવ્યો હતો . સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્મામાં ખસેડાયા હતા ..
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ