વડાલીના હઠોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના હઠોજ ગામે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો રથ દ્વારા સૌ એ નિહાળ્યો હતો.
સરકારની વિવિધ કલ્યાણકારી મહત્વની ૧૭ યોજનાઓને આવરી લેતા સ્ટોલ દ્વારા ગ્રામજનોને યોજનાની માહિતી તેમજ ઉજવલા યોજના, કે સી સી યોજનાના લાભ માટે નવા નામાંકન અને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ યોજનાના લાભાર્થીઓને પૂર્ણા કીટ, ઉજવલા ગેસ કીટ, આવાસ યોજના હેઠળ ઘરની ચાવી, પોષણ કીટ અને તંદુરસ્ત બાળકની કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચેતના બેન પરમાર, મામલતદાર શ્રી,તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પિન્કી બેન ચૌધરી, વિવિધ પદાધિકારીઓ ,અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891