વડાલી રામનગરની વાલ્મિકી સમાજની દીકરી વોલીબોલ ગેમ્સમાં નેશનલમાં પસંદગી પામી
વડાલી શાળા ન -4 (રામનગર) ની પૂર્વ વિદ્યાર્થીની પરમાર નવ્યા મગનભાઈ આ દીકરી શ્રી શેઠ સી.જે.હાઇસ્કુલ માં ધોરણ 6 અને 7 ભણી એ દરમિયાન શાળાના કોચ રાકેશભાઈ અને અરુણાબેન એ તેને સ્પોર્ટ્સમાં તૈયાર કરી . ધોરણ 8 માં તેનું સ્પોર્ટ્સ કોટામાં માણસા ખાતે સિલેક્શન થયું. જ્યાં તેને સ્પોર્ટ્સ અને શિક્ષણની અદ્યતન એવી સગવડો મળી. આ દીકરી હવે વોલીબોલની એસ.જી.એફ.આઇ. સ્પર્ધામાં નેશનલ માં રમવા માટે તેનું સિલેક્શન થયેલ છે તે તારીખ 19.12.2023 ના રોજ ઓરિસ્સા ખાતે નેશનલ રમવા જનાર છે. કોઈપણ સ્પોર્ટ્સમેન નું સપનું હોય છે નેશનલમાં રમવું . આ દીકરીનું નેશનલમાં સિલેક્શન થતા શ્રી રામનગર શાળા વડાલી -૪ શ્રી વડાલી કેળવણી મંડળ તથા શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે . શ્રી રામનગર વિસ્તાર તથા આચાર્યશ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા વડાલી કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ તથા શાળા પરિવાર દીકરી અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891