Monday, December 30, 2024

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

 

 

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી હિંમતનગર ખાતે યોજાઇ હતી.

 

 

આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડે સહકાર વિભાગને લગતા પ્રશ્નો – મંડળીઓના ઓડિટ વગેરેને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.

હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ નેશનલ હાઇવેને લગતા અને તે સાથે જોડાયેલા સર્વિસ રોડ વગેરેના પ્રશ્નો રજૂ કર્યા તેમજ ખેડૂતો માટે વીજળીના પ્રશ્નો રજૂ કરી તેના નિરાકરણ માટે સત્વરે પગલા લઈ લોકહિતના કામો ઝડપી કરવા જણાવ્યું હતું.

 

ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ સિચાઇ માટેના તળાવોની પ્રોટેકશન વોલ તૈયાર કરવી, રોડ રસ્તાઓ અંગે શુ કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા. જેનો સબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.

 

સંકલનના બીજા તબક્કામાં પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત અને વિકસીત ભારત સંકલ્પ યાત્રા, નગરપાલિકા વિસ્તારમાં શરૂ થનાર યાત્રા અંગે મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ડૉ. દિગંત બહ્મભટ્ટ, પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores