વડાલી તાલુકા ના જૂના ચામુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના વડાલીના જૂના ચામુ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચેતનાબેન પરમાર, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી કાંતિભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કૈલાશબેન.એન.રાજગોર વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ,ગામના સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી અને તાલુકા પંચાયત તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891