વડાલી તાલુકાના ધરોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાયી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું ઉપરાંત લાભાર્થીઓની “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ પોતાની મળેલા યોજના લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશની વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી

આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય શ્રી રાધાબેન સોથા જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈ એમ પટેલ ગામના સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી તેમજ તાલુકા પંચાયત સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 167838
Views Today : 