*હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી બન્યા*
સ્વામિનારાયણ સંપ્રદાય ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન કર્યું છે
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળ સભામાં સંસ્કારની સુવાસ ફેલાવી ભાવિ પેઢીમાં સંસ્કારઓનું સિંચન કરી રહ્યા છે. ધોરણ છ થી આઠમા ગીતાના પાઠ શિક્ષણમાં ઉમેર્યા છે. શિક્ષાપત્રી કેવી રીતે જીવવું તે શીખવે છે. માતા-પિતા, ગુરૂજન સંત મહાત્માઓના ઋણ સ્વીકાર શીખવે છે. સામાજિક જીવનમાં કેવી રીતે વર્તવું જોઈએ,સંસાર જીવનની દરેક અવસ્થામાં વ્યક્તિનું કેવું વર્તન હોવું જોઈએ તે શીખવે છે. દુનિયાની સાથે કદમ મિલાવવા સાથે આપણા ભારતીય સંસ્કારોને સાથે લઈને આગળ વધવાની વાત સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. પરિવર્તન સાથે અનુકૂલન સાધી સંસ્કારોને જાળવી રાખ્યા છે.
વધુમાં તેઓ એ જણાવ્યું કે 21મી સદીમાં કૂદકો મારવા તૈયાર બાળકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટિક્સ સાથે નવી ટેકનોલોજીના આવિષ્કાર સાથે દુનિયા અને ભારતને ગૌરવ અપાવવા નવી પેઢીને સાધુ સંતોના આશીર્વાદ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કહે છે કે 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વખતે ભારતની ભાવિ પેઢી પશ્ચિમ સંસ્કૃતિનુ અનુકરણ ન કરે અને આપણી સંસ્કૃતિની સારી બાબતો ભૂલી જવાનું નથી. શક્તિનો મહત્તમ ઉપયોગ સમાજ માટે થાય દરેક ઘરમાં સંસ્કારી બાળક થાય કુટુંબનું ભલું થશે પરિવારનું ભલું થશે ગામ સમાજ અને દેશનું ભલું નિશ્ચિત બાબત છે. આ બધામાં સહભાગી થવા પ્રમુખસ્વામી અને ભગવાન સ્વામિનારાયણ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હોવાનું ઉમેરી હિંમતનગર વાસીઓને ગીતા જયંતીના અભિનંદન પાઠવ્યા હતા.
પત્રકાર. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891