Friday, June 21, 2024

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ, અંકલેશ્વર ખાતે અદ્ભુત ગ્રાન્ડ પેરેન્ટ્સ- ડે ઉજવાયો.*

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ, અંકલેશ્વર ખાતે અદ્ભુત ગ્રાન્ડ પેરેન્ટ્સ- ડે ઉજવાયો.*

 

*હનુમાન ચાલીસા તેમજ દાદા દાદીમાંના મહત્વને વર્ણવતા અભિનય સાથે બાળકોએ જોરદાર પર્ફોર્મન્સ આપીને આકર્ષણ જમાવ્યુ.*

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલના આંગણે નાના – નાના, દાદા – દાદીમાના મહીમાનું વર્ણન કરતો પર્વ ઉજવવામાં આવ્યો હતો. ગુરુકુલના વડા સ્વામી શ્રીકૃષ્ણસ્વરુપશાસ્ત્રીજી મહારાજે આગન્તુક દાદા દાદીમાં વડીલો સહિત સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના ટ્રસ્ટી કિશોરસરની હાજરી પ્રેરક રહી હતી. આપણી ભારતીય સંસ્કૃતિ તેમજ ગુરુકુલ પરંપરાના રીત – રિવાજ મુજબ શાળાના વિદ્યાર્થીઓએ દાદા દાદીમાનું પૂજન કરીને ચરણસ્પર્શ કર્યા હતા. શાળા દ્વારા દાદા – દાદીઓને પોતાનું બાળપણ યાદ આવી જાય તેવી આકર્ષક રમતો રમાડવામાં આવી હતી. સાથો સાથ મસ્તીભર્યું જીવન વૃદ્ધાવસ્થામાં કેવી રીતે જીવી શકાય ? તેવું નાટક શાળાના બાળકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. બાળકોને સુંદર નાટક, કૃતિઓ એવં અભિનય તૈયાર કરાવવામાં ગુરુકુલ પરિવારના હાથપગ સમાન શાળાના આચાર્યાશ્રી અમિતામેમ, હેમલતામેમ, અલ્કામેમ તથા શિક્ષકમિત્રોએ શાનદાર ભુમિકા ભજવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores