વડાલી શહેરની શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલમાં ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.
આ સમારોહમાં સમારંભના અધ્યક્ષ તેમજ વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી માનનીય શ્રી તખતસિંહજી ડી. હડિયોલ સાહેબ, ઉદ્દઘાટક શ્રી વડાલી તાલુકા વિકાસ અધિકારી માનનીય શ્રી પિંકીબેન ચૌધરી,મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ સગર પૂર્વ ચેરમેન શ્રી નાગરિક બેંક વડાલી, મા.શ્રી ચેતનાબેન પરમાર પ્રમુખશ્રી વડાલી તાલુકા પંચાયત, મા.શ્રી. કૈલાસબેન નાઈ ઉપપ્રમુખશ્રી વડાલી નગરપાલિકા તેમજ અતિથિ વિષેશશ્રીઓ શ્રી ગુણવંતભાઈ બારોટ,શ્રી કાન્તીભાઈ પટેલ,શ્રી કાન્તીભાઈ પરમાર, શ્રી અમૃતભાઈ પટેલ,શ્રી રવિન્દ્રભાઈ બારોટ, શ્રી પ્રકાશભાઈ પટેલ,શ્રી હરીન્દ્રસિંહ ચંપાવત,શ્રી ડો.હસમુખભાઈ પટેલ વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ મહેમાનશ્રીઓનું શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલીના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

ઉપસ્થિત રહેલ મહેમાનો દ્વારા દીકરીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી.
દાતાશ્રી શ્રી મુસ્તાકભાઈ મેમણ તથા શ્રી સરફરાજ ભાઈ મેમણ દ્વારા ઇનામો આપવામાં આવ્યા.વડાલી તાલુકા વિકાસ અધિકારી પિન્કીબેન ચૌધરી એ દીકરીઓને પ્રોત્સાહક પ્રેરણા દ્વારા સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા પરિશ્રમનું મહત્વ સમજાવ્યું.સમારંભ ના અધ્યક્ષશ્રી એ પણ દીકરીઓને સમાજમાં વ્યવસ્થિત રીતે વિસ્થાપિત થવા માટે શારીરિક ,માનસિક અને બૌદ્ધિક તૈયારી કરવાની પ્રેરણા આપી.સાથે જ ઈનામ મેળવનાર તમામ દીકરીઓ,શિક્ષકગણ ને અભિનંદન પાઠવી આવનારા વર્ષોમાં પણ વધુ દીકરીઓ ઈનામ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી.
અંતમાં શાળા તથા મંડળ વતી શ્રી રાજુભાઇ બી, શાહ એ મહેમાનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
ઈનામ વિતરણ સમારોહ નું એન્કરિંગ શ્રી નિતેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવારનો ફાળો રહ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164070
Views Today : 