Friday, June 14, 2024

સાબરકાંઠા જિલ્લા ખાતે એક નવીન દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવખાનું ૧૯૬૨ કાર્યરત કરવામાં આવ્યું . 

પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સાબરકાંઠા જિલ્લા ખાતે એક નવીન દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવખાનું ૧૯૬૨ કાર્યરત કરવામાં આવ્યું .

 

જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી સોમજીભાઈ ખેર અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.જે.બી.પટેલ ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ફરતા મોબાઈલ પશુદવખાના ને કાર્યરત કરવામાં આવ્યું હતું.

આ નવીન ફાળવાયેલ મોબાઈલ પશુ દવાખાનું ૧૯૬૨ પોશીના તાલુકાના દેલવાડા ગામ અને આસપાસના દસ ગામના પશુઓને નિશુલ્ક સારવાર આપવામાં આવશે તેમજ આ મોબાઈલ પશુ દવાખાનામાં એક પશુ ચિકિત્સક અને ડ્રાઈવર કમ ડ્રેસર ના કર્મચારીઓ હાજર રહેશે. તેમજ આ ફરતા મોબાઈલ પશુ દવાખાનું GPS અને તમામ દવાઓ અને સાધનોથી સજજ છે.

સબારકાંઠા જિલ્લામાં કુલ ૧૬ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે જેમાં તલોદ તાલુકામાં -૧, ઇડર -૩, વડાલી -૧, પ્રાંતિજ -૨, પોશીના -૨ , ખેડબ્રહ્મા -૨, વિજયનગર -૨ અને હિંમતનગર – ૩ તેમજ હિંમતનગર શહેર ખાતે એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores