*પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં ઉત્તરાયણ પર્વ નિમિતે સ્નેહ મિલન સંમેલનયોજાયું*
તા:31/12/2023 ને રવિવારના રોજ પાળિયાદ પાંજરાપોળ પરિસર માં પાળિયાદ તથા આજુબાજુ ના ગામો નું સ્નેહ મિલન સંમેલન પાળિયાદ વિસામણબાપુ ની જગ્યા નાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા,નોલી હનુમાનજી આશ્રમ નાં મહંત શ્રી પ.પૂ.લક્ષ્મણદાસ બાપુ વિસામણબાપુની જગ્યા નાં સંચાલક શ્રી ભયલુબાપુ તથા બોટાદ સંપ્રદાય નાં પ. પૂ. સુશીલાબાઈ મ.સતીજી તથા રાજુલાબાઈ મ.સતીજી આદિ ઠા 9 ની નિશ્રામાં ખુબજ સરસ રીતે સંપન્ન થયો હતો, સંત સતીજીઓ દ્વારા જીવદયા નો મહિમા સમજાવી જીવદયા પ્રેમીઓ ને પાળિયાદ મહાજન પાંજરાપોળ નાં અબોલ પશુઓને સાતા મળી રહે તે માટે ઉપયોગી બનવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે રૂ.100000/ પ.પૂ. શ્રી 1008 મહા મંડળેશ્વર શ્રી નિર્મળા બા પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ તથા રૂ.500000/સ્વ.ભારતીબેન. ગુણવંતભાઈ.ગોપાણી. હ : અંજલીબેન.જીગ્નેશભાઈ.ગોપાણી.રૂ.100000/ ગિરિરાજ સ્ટીલ.અમદાવાદ. હ :ગુણવંતભાઈ.ચીમનલાલ.ગોપાણી.પાળિયાદ વાળા .રૂ.35000/માતુશ્રી.વસંતબેન.હસમુખભાઈ.ગોપાણી. હ : મિતુલભાઈ તથા પ્રતીકભાઈ પાળિયાદ વાળા.રૂ.150000/માતુશ્રી.રંજનબેન.ચંદ્રકાંતભાઈ. શ્રીમનકર. હ:કલ્પેશભાઈ. શ્રીમનકર.રૂ.150000/ શ્રીમતી.સ્મિતાબેન.દિવ્યેશભાઈ.શાહ.મોરબી.હાલ:મુંબઈ. રૂ.121000 પ.પૂ. લક્ષ્મણદાસ બાપુ તેમજ અન્ય જીવદયા પ્રેમી દાતાઓ એ દાનની સરવાણી વહાવી કુલ રૂ.18,50,000 અબોલ પશુઓનાં ઘાસચારા માટે અર્પણ કરવામાં આવેલ. સ્નેહ મિલન પ્રસંગે સંત સતીજીઓ, દાતાશ્રીઓ, જીવદયપ્રેમીઓ,તેમજ સેવાભાવી યુવાનો હાજર રહી પ્રસંગ ને સફળ બનાવવા બદલ શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.