સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા અત્યાર સુધીમાં ૭૬૨ મહિલાઓને મદદ કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓ માટે કાર્ય કરતી “સખી” વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭૬૨ મહિલાઓની મદદ કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જુલાઇ ૨૦૧૭ થી “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના જુની સિવિલ કમ્પાઉન્ડમાં શરૂ કરવામાં આવી હતી.આ યોજનામાં હિંસાથી પીડિત કિશોરી કે મહિલાઓને એક છત્ર નીચે ૨૪ ક્લાક દરમિયાન તાત્કાલીક તમામ સુવિધાઓ જેવી કે આશ્રય તબીબી,પરામર્શ,પોલીસ,અને કાયદાકીય મદદ પુરી પાડવામા આવે છે.
આ તમામ સુવિધાઓ “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે.સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ સુધી “સખી”વન સ્ટોપ સેન્ટરમાં જિલ્લાના ઘરેલુ હિંસા, રેપ કેસ, માનસિક અસ્વસ્થ, ગુમ થયેલ, પોક્સો જેવી વિવિધ પ્રકારની હિંસાથી પિડીત કુલ ૭૬૨ મહિલાઓને મદદ કરવામાં આવી છે.
જિલ્લામાં હિંમતનગર જુની સિવિલ કમ્પાઉન્ડમાં નર્સિંગ હોસ્ટેલની સામે મુખ્યમંત્રીશ્રી દ્વારા નવા બિલ્ડીંગનું ઇ લોકાપર્ણથી કાર્યરત કરવામા આવ્યું હતું.આ નવનિર્માણ પામેલ મકાનમાં મહિલાઓને હંગામી આશ્રય, તબીબી સહાય, પરામર્શ સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય થકી છેવાડાના વિસ્તારની મહીલાઓને સેવાઓ પુરી પાડવામા આવે છે.સખી વન સ્ટોપ સેન્ટર સાચા અર્થે મહિલાઓ માટે મદદગાર સાબિત થઈ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891