Tuesday, December 10, 2024

સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નુવ મોર પીંછ ઉમેરાયું

સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નુવ મોર પીંછ ઉમેરાયું

 

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પોશીનાના માલવાસના કલ્પેશ ગમાર પ્રથમ આવી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત થયા

અતિ સામાન્ય પરિવારના પુત્રએ રાજ્ય કક્ષાએ ગામ અને જિલ્લા નું નામ રોશન કર્યું

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના માલવાસના ૧૯ વર્ષિય વતની કલ્પેશભાઈ ગમાર રાજયકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે મહેસાણાના મોઢેરાના રાજ્યકક્ષાના કાર્યક્ર્મમાં રૂ. ૨,૫0,000 નું ઇનામ હાંસલ કર્યું હતું.

આદિજાતિ વિસ્તાર માલવાસના ૧૯ વર્ષીય કલ્પેશભાઈ સવજીભાઇ ગમાર બી.એ બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે જોડાયેલા છે. ખેરોજ નચિકેતા ગુરુકુળમાં યોગના ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. સાથે મલખમ, રોપ મલખમ પણ જાણે છે. યોગના અભ્યાસુ કલ્પેશભાઈ એ રાજ્યકક્ષાએ ૧૫ મિનિટમાં ૫૦થી વધુ સૂર્ય નમસ્કાર કરી આ ઈનામ મેળવ્યું હતું.

કલ્પેશભાઇ જણાવે છે કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે જોડાયા છે. યોગ થકી તેમને શારીરીક અને માનસિક ક્ષમતામાં વધારો થયો છે. શરીર સ્ફુર્તિવાન અને મન પ્રફુલ્લિત રહે છે. યોગ થકી આજે તેઓ સમગ્ર ગુજરાતમાં જિલ્લાનું અને પોતાના ગામ અને માતા-પિતાનું નામ રોશન કરી શક્યા છે. યોગની તાલીમ આપનાર ગુજરાત યોગ બોર્ડ, યોગ કોચ શ્રી રાજુભાઇ સોલંકીને પોતાની સફળતાનો યશ આપી માતા-પિતા અને તમામ યોગ સાધકોનો આભાર માન્યો હતો.

૧ જાન્યુઆરી ૨૦૨૪ના પ્રથમ સૂર્ય કિરણની સાથે મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સૂર્યનમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના યોગ સાધકોએ ભાગ લીધો હતો. ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાસલ કરી રાજ્યકક્ષાએ આ સ્પર્ધા યોજાઈ હતી.

અતિ સામાન્ય પરિવારમાંથી આવીને કલ્પેશભાઈ ગમારે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી સાબિત કરી બતાવ્યું છે કે સફળતા માટે કઠોર પરિશ્રમ જ એક માત્ર સાધન છે.,,,

 

રિપોર્ટર … ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores