Sunday, December 22, 2024

ખેડબ્રહ્મામાપ્રજાપતિસમાજની યુવતી ગૂમ થવા અંગે પોલીસમાં જાણ કરાઈ  

*આ ગરીબ પરીવાર માથે આભ ફાટ્યું *

ખેડબ્રહ્મામાપ્રજાપતિસમાજની યુવતી ગૂમ થવા અંગે પોલીસમાં જાણ કરાઈ

ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માના પ્રજાપતિ વાસમાં રહેતી યુવતી ભાગી જતા ખેડબ્રહ્મા પોલીસને જાણ કરાઈ હતી. ખેડબ્રહ્માના પ્રજાપતિ વાસમાં રહેતા પ્રજાપતિ પરીવાર ગત 29 ડિસેમ્બરે રાત્રીના પરિવાર સાથે સુઈ ગયા હતા અને 30 ડિસેમ્બરે સવારે 6 કલાકે જાગીને જોતા તેમની દીકરી ઘરમાં નહોતી જેથી આજુબાજુ તપાસ કરતાં મળી આવેલ નહી. રાધા દરરોજ સવારના ૬ વાગ્યે લિજ્જત પાપડ બનાવવાની ફેક્ટરીમાં કામે જતી હોઈ ત્યાં ગયેલ હશે અને આવી જશે તેમ સમજી તપાસ કરેલ નહી અને બપોરના બારેક વાગ્યા સુધી પરત ન આવતાં તેમના પુત્રોએ ફેક્ટરીમાં તપાસ કરતાં મળી આવેલ નહી જેથી સગા સબંધીઓમાં તપાસ કરતાં પણ મળી આવેલ નહી ત્યારબાદ તેમની પત્ની પર મારી પત્ની પર તેમની દીકરીનો મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ હતો અને જણાવેલ કે મે લગ્ન કરી દીધેલ છે

તમો શોધખોળ કરશો નહી તેવી વાત કરતા કોઈને કહયા વગર 30 ડિસેમ્બરે ક્યાંક જતી રહેલ હોઇ અને આજદિન સુધી મળી આવેલ ન હોઇ ગુમ થવા અંગે જાણ કરી હતી આ અંગે ખેડબ્રહ્મા નાં પી.એસ.આઇ આર જે ચૌહાણ તથા ટાઉન જમાદાર એ.એસ.આઈ વિષ્ણુભાઈ પટેલ નાઓ આગળ ની કાયૅવાહી કરી રહ્યા છે

 

રીપોર્ટર…. ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores