ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુરત ખાતે આલાપ સંગીત ક્લાસ તથા વંદે શિવમ ક્લાસ ના વિદ્યાર્થીઓની શાસ્ત્રીય સંગીતની પરીક્ષાઓ લેવાયેલ
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં (સંગીત વિશારદ) કલાગુરુશ્રી કલ્પેશભાઈ વડીયાની પરીક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ સુરત ખાતે આલાપ સંગીત ક્લાસના 60 અને વંદે શિવમ ક્લાસ ના 21 કુલ 81 સંગીત વિદ્યાર્થીઓની ગાયન, તબલા, હારમોનિયમ, કી – બોર્ડ વગેરેની (Indian Classical Music) શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક થી સંગીત પ્રવેશિકા પૂર્ણની પરીક્ષાઓ લેવામાં આવેલ જેમાં પરીક્ષાર્થીઓ દ્વારા ઉત્સાહ ભરે પરીક્ષા આપવામાં આવી સૂરત આલાપ સંગીત ક્લાસના સંચાલકશ્રી કલ્પેશભાઈ વડિયા દ્વારા પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા પરસોતમભાઈ કછેટીયા અને સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.