સાબરકાંઠા પરિવાર સંગમ આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલન નું કાર્યક્રમ યોજાયો
ઈડરના રાણી તળાવ નજીક આવેલ પાવાપુરી જલ મંદિર ખાતે સાબરકાંઠા પરિવાર સંગમ આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયું
ઇડરના પાવાપુરી જલ મંદિર ખાતે 20 થી વધુ સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના કવિઓ હાજર રહ્યા હતા અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી
આ કાર્યક્રમમાં ચોટાસણ નિવાસી તરલિકા પ્રજાપતિ તત્વમસિ તેમજ બીજા બે ત્રણ સભ્યોના ત્રણથી ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ખ્યાતનામ ગઝલકાર પ્રોફેસર મુકુલભાઈ દવે કવિ શ્રી ડોક્ટર હર્ષદભાઈ લશ્કરી તથા ઈડર ખાતેની આસ્થા હોસ્પિટલના ડોક્ટર નિકુંજ દવે હાજર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમમાં પધારેલા કવિઓ દ્વારા પોતાની કવિતા ગઝલ અને શાયરી થી કાર્યક્રમની ખૂબ જ પ્રફુલિત કરી દીધું હતું કવિતાઓના એક એક શબ્દ પાછળ તાલીઓના ગડગડાટ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
કાર્યક્રમમાં આવેલા બધા કવિઓને પ્રથમ પુસ્તકો આપી સન્માન પત્ર અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક શ્રી તરલિકા પ્રજાપતિ દ્વારા આવનાર તમામ મહેમાનોનો આભાર માન્યો હતો અને અંતમાં રાષ્ટ્રગાન ગાય સૌ કોઈ છૂટા પડ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891