Friday, June 21, 2024

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ” રાષ્ટ્રીય યુવા દિવસ “ની ઉજવણીના ભાગરૂપે રમતોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો

વડાલી શહેરની શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલમાં રમતગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ” રાષ્ટ્રીય યુવા દિવસ “ની ઉજવણીના ભાગરૂપે રમતોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી માનનીય શ્રી તખતસિંહજી‌ ડી. હડિયોલ સાહેબ,શેઠ સી.જે.હાઇસ્કૂલ વડાલીના આચાર્ય હરિન્દ્રસિંહ ચંપાવત, વિવેકાનંદ યુવા બોર્ડ વડાલી ના સૈયોજક દિલીપભાઈ પટના ,ધાર્મિકભાઈ સુથાર,તેમજ સામાજિક કાર્યકર માધુભાઇ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ મહેમાનશ્રીઓનું શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલીના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.ઉપસ્થિત રહેલ મહેમાનો માંથી દિલીપભાઈ પટના એ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ વડાલી દ્વારા કરવામાં આવતા કામોની દીકરીઓ ને જણાવી હતી.સમારંભ ના અધ્યક્ષશ્રી એ પણ દીકરીઓને સ્વામી વિવેકાનંદ ના જીવન – કવન વિશે તેમજ શારીરિક ,માનસિક અને બૌદ્ધિક તૈયારી કરવાની તેમજ સ્વામી વિવેકાનંદ ના વિચારો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી.છેલ્લે શાળા અને મંડળ વતી અમિતાબેન પટેલે મહેમાનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

તેમજ આ કાર્યક્રમનું એન્કરિંગ શ્રી નિતેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવારનો ફાળો રહ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores