*સીસોદરા ગામે ગૌમાતાને ગામની માતા જાહેર કરી.*
ગૌમાતાને સંવેધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્યની ચારેય પીઠોની સંમતિ અને આશીર્વાદ થી સંતો દ્વારા સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યું છે, આ આંદોલનને વેગ આપવા જ્યોતિષપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે આહવાન કર્યું છે તે અંતર્ગત ભાભર તાલુકાના સીસોદરા માં ગૌભક્તો દ્વારા આયોજિત રામકથા દરમ્યાન ગૌ-ગોષ્ઠી યોજાઈ હતી.
આ ગૌ-ગોષ્ઠિ માં પરમ ધર્મસભા ગુજરાતના પ્રમુખ કિશોરજી શાસ્ત્રી દ્વારા ગાયનું સનાતન ધર્મ માં મહત્વ છે તે વિશે ચર્ચાઓ કરાઈ હતી અને ગૌ-ગોષ્ઠી દરમ્યાન સીસોદરા દ્વારા ગૌમાતાને ગામની માતા જાહેર કરાઈ હતી. વિશેષ માં શાસ્ત્રીજી એ કહ્યું હતું કે ગામે ગામ થી ગ્રામ પંચાયતના ઠરાવો કરીને ગૌમાતા ને ગામની માતા જાહેર કરાશે તેમજ પ્રધાન મંત્રી અને રાષ્ટ્ર અધ્યક્ષ ને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા ગ્રામ પંચાયતના ઠરાવો મોકલવામાં આવશે, 6 ફેબ્રુઆરી એ પ્રયાગ માં ગૌ-સંસદ મળશે અને 10 માર્ચે દિલ્લી માં ગૌ-અધિવેશન થશે તેમાં સંતો જે આદેશ કરે તે મુજબ આંદોલન આગળ વધારવામાં આવશે.
આ કાર્યક્રમમાં રામકથાના વક્તા છોગારામજી ભગત, દિયોદરના ધર્માધાયક બીપીનભાઈ દવે, ભાભરના ધર્માધાયક અને કથાકાર લાભેશભાઈ દવે હિતેશભાઈ શાસ્ત્રી હદગામ સહિતના ગૌભક્તો-ધર્મપ્રેમીઓએ ગૌ-ગોષ્ઠિ ને સંબોધન કર્યું હતું તમામ ગૌભક્તો એ ગૌમાતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવડાવવા પ્રતિજ્ઞા કરી હતી.
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ